Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ
Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ
રાજકોટમાં કિન્નરો અને રિક્ષા ચાલકો વચ્ચે મારામારીના કેસમાં પોલીસે 11 કિન્નર સહિત 15ની ધરપકડ કરી છે. જુબિલી બાગમાં કિન્નરો બેઠા હતા. આ સમયે એક યુવક આવ્યો અને સામુ જોવા બાબતે બોલાચાલી થઈ. બાદમાં યુવકત્યાંથી જતો રહ્યો અને થોડીવાર બાદ રિક્ષામાં ચારથી પાંચ શખ્સો ત્યાં ધસી આવ્યા. હાથમાં છરી લઈ આવેલા શખ્સો કિન્નરોને માર માર્યો. હુમલામાં એક કિન્નર ઘાયલ થયો જેને સારવાર માટે હોસ્પિટલ ઘસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી. પોલીસે 11 કિન્નર સહેત 15 આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.