રાજકોટમાં નોકરી આપવાના બહાને લૂંટ કરતી ત્રિપુટી ઝડપાઇ, જુઓ વીડિયો
રાજકોટમાં નોકરી આપવાના બહાને લૂંટ કરતી ત્રિપુટી ઝડપાઇ હતી. ટ્રાફિક વોર્ડન સહિત બે શખ્સો ઝડપાયા હતા. ફેસબુક ફ્રેન્ડ બનાવી નોકરીની આપવાની જાહેરાત કરતા હતા અને રાજકોટ બોલાવીને લૂંટ ચલાવતા હતા. માધવ જળું , ભૌતિક ચાવડા અને વિશાલ ચાવડા નામના શખ્સોને પોલીસે ઝડપ્યા હતા. આ ત્રણેય રાજકોટ શહેરમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા હતા. નોકરી વંચિત યુવકોને રાજકોટ બોલાવી અવાવરું જગ્યા પર લઇ જઇ લૂંટ ચલાવતા હતા. આરોપીઓ પાસેથી 3 લાઇટર પિસ્તોલ , 3 મોટરસાઇકલ , મોબાઇલ ફોન રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.