CCTV:રાજકોટના ગોંડલ રોડ પર બાઇક અથડાવવા મામલે ત્રણ શખ્સોએ યુવાન પર છરીથી કર્યો હુમલો
રાજકોટના ગોંડલ રોડ પર થયેલા હુમલાના ઘટનાની સીસીટીવી દ્વશ્યો સામે આવ્યા છે. બાઈક ટકરાવવા જેવી સામાન્ય બાબતને લઇને શરૂ થયેલા ઝઘડામાં એક વ્યક્તિને ત્રણ લોકોએ ઢોર માર માર્યો હતો અને છરીના ઘા મારી હુમલો કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.