રાજકોટમાં 10 વર્ષથી એક જ ઓરડીમાં બંધ ત્રણ ભાઇ-બહેનને બહાર કઢાયા, જુઓ વીડિયો
10-10 વર્ષો સુધી કોઈ પોતાની જાતને એક ઓરડીમાં કેવી રીતે બંધ રાખી શકે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં ત્રણ ભાઈ-બહેનોએ 10 વર્ષ સુધી એક ઓરડીમાં પોતાની જીંદગી કેદ કરી હતી. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે એક બહેન અને બે ભાઈઓએ પોતાની જાતને એક ઓરડીમાં પૂર્યા હતા. ઓરડીમાં સુવાની કોઈ સારી વ્યવસ્થા નથી. જો કે સારથી સેવા ગ્રુપે આ ત્રણેય ભાઈ-બહેનોને બહાર કાઢ્યા હતા. મહત્વની વાત તો તે છે કે ભાઈ-બહેન LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે..તેમ છતાં તેમને પોતાની જાતને 10 વર્ષ સુધી પુરી રાખ્યા.