Rajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita
Continues below advertisement
રાજકોટ: રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જન કરવા આવેલા ત્રિવેણી નદીમાં 4 લોકો ડૂબ્યા હતા. જેમાં ગામ લોકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા. ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. ગામના તરવૈયા યુવાનો દ્વારા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એકની હાલત ગંભીર હોવાથી તેને 108માં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. તેનુ સારવાર દરમિયાન મોત થયું છે. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
રાજકોટમાં 8 સ્થળો પર વિસર્જન
રાજકોટમાં આઠ સ્થળો પર 5 હજારથી વધુ ગણેશ મૂર્તિનું આજે વિસર્જન કરવામાં આવ્યું છે. લોકોને તેમના હાથે વિસર્જન નહીં કરવા દેવાય, ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે. અકસ્માત અટકાવવા રેસ્ક્યૂ બોટ-એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી.
Continues below advertisement