Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર

Continues below advertisement

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા આતિશી મુખ્યમંત્રીનું  પદ સંભાળશે.  સીએમ કેજરીવાલના રાજીનામા બાદ ગોપાલ રાયે કહ્યું કે સીએમ કેજરીવાલે પોતાનું રાજીનામું લેફ્ટનન્ટ ગવર્નરને સોંપી દીધું છે. અમે લેફ્ટનન્ટ ગવર્નરને પાર્ટીના નિર્ણય વિશે જણાવી દીધું છે કે આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. એલજી પાસેથી માંગણી કરી કે વહેલી તકે શપથ યોજવામાં આવે. 

અરવિંદ કેજરીવાલના રાજીનામા પછી આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો અને લેફ્ટનન્ટ ગવર્નરને ધારાસભ્યોના સમર્થનનો પત્ર સુપરત કર્યો. આ દરમિયાન સમગ્ર કેબિનેટ લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયમાં હાજર હતું.

મુખ્યમંત્રીના રાજીનામાની સાથે સમગ્ર મંત્રીમંડળે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા આપવામાં આવેલા સમયે નવી સરકારને શપથ ગ્રહણ કરવામાં આવશે. ત્યારબાદ નવા મુખ્યમંત્રી નવા મંત્રીમંડળની પસંદગી કરશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram