રાજકોટઃ પોલીસ કમિશનરની ઓફિસ સામે કાર ચાલકે રિક્ષા ડ્રાઈવરને માર્યો ઢોરમાર
રાજકોટમાં પોલીસ કમિશનર ઓફિસની સામે જાહેરમાં મારામારીની ઘટના બની છે. કાર ચાલકે રિક્ષા ચાલકને જાહેરમાં ઢોર માર માર્યો છે. થોડાક સમય માટે અહીંયા ટ્રાફિક જામ સર્જાયો હતો. કાર ચાલકે પોલીસ સાથે બોલાચાલી કરી હતી.