રાજકોટમાં કારમાં લાગી આગ, ટોલ પ્લાઝા પર વાહન ચાલકો અટવાયા
રાજકોટ જિલ્લાના ગોંડલ ભરૂડી ટોલ નાકા પર એક ઇક્કો ગાડીમાં આગ લાગી હતી. કારમાં અચાનક આગ લાગતા હાજર લોકોએ મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઇક્કો કાર CNG હોવાથી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. આગ લાગેલી ઇક્કો કાર બળીને ખાખ થઇ ગઇ હતી.