રાજકોટ ST બસ સ્ટેશન પર મુસાફરોની ઉમટી ભીડ, માસ્ક વિના જોવા મળ્યા અનેક લોકો
રાજકોટના બસપોર્ટની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અનેક લોકો માસ્ક વિના જ જોવા મળ્યા હતા. કોરોનાના કેસમાં દિવસેને દિવસે થઇ રહેલા વધારાના કારણે રાજકોટમાં આજથી રાત્રી કર્ફ્યૂ લાગું થવા જઇ રહ્યું છે. બસ સ્ટેન્ડની બહાર પણ અનેક રીક્ષાચાલકો પણ માસ્ક વિના જોવા મળ્યા હતા.