કોરોનાના કારણે મોત વધતાં ગુજરાતના આ મોટા શહેરમાં રાતોરાત બનાવવું પડ્યું નવું સ્મશાન
રાજકોટના વાગુદળ ગામ પાસે મહાનગરપાલિકાએ રાજકોટનું સૌથી મોટું કોવિડ સ્મશાન શરૂ કર્યું છે. અહીં એક સાથે 15 સગડી મુકવામાં આવી છે. સવારના 7 થી મોડી સાંજ સુધી સ્મશાન ચાલુ રહેશે અને છાણા ભરેલો ટ્રક પણ લાવવામાં આવ્યો છે. ગુરુવાર સવારથી એક સાથે 15 મૃતકની કોવિડ પ્રોટોકોલથી અંતિમવિધિ કરાશે. રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી લોધીકા તાલુકાના વાગુદડ ગામ નજીક ન્યારી ડેમ પાસેની જગ્યામાં 15 સગડી સાથે કોવિડ સ્મશાન શરૂ કરાયું છે.