રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા ટોલ ભરવા મુદ્દે કર્મચારી સાથે મારામારી
રાજકોટ: રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરુડી ટોલનાકા પર મારામારી કરવામાં આવી હતી. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે. મળતી માહિતી પ્રમાણે ટોલનાકા ખાતે ટોલ ભરવા મુદ્દે કાર ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં કાર ચાલકે ટોલબૂથના કર્મચારીને માર માર્યો હતો.