સૌરાષ્ટ્ર યુનિ. ભરતી કાંડ પર abp અસ્મિતાના અહેવાલની થઈ અસર, ભરતી પ્રક્રિયા કરાઈ રદ્દ
સૌરાષ્ટ્ર યુનિ.માં લાગવગના કૌભાંડની એબીપી અસ્મિતાના અહેવાલની અસર થઈ છે. અહીંયા જુદા જુદા વિભાગમાં કરાર આધારિત પ્રધ્યાપકોની શૈક્ષણિક ભરતીમાં લાગવગ થઈ હતી. અહેવાલ બાદ ભરતી પ્રક્રિયા રદ્દ કરી દેવાઈ છે.