રાજકોટની યસ બેન્કમાં ખાતાધારકો ગાદલા લઇને કેમ પહોંચ્યા, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લા પંચાયત ચોક યસ બેન્કમાં ગ્રાહકો ગાદલા લઇને પહોંચ્યા હતા. બેંકે મહાવીર એન્ડ કંપનીને 1.62 લાખની ખોટી રીતે પેનલ્ટી ફટકારી હોવાનો આરોપ લગાવ્યો હતો. બેન્કે 31 તારીખ પહેલા સી.એ સર્ટિફિકેટ માંગ્યું હતું અને ગ્રાહકે 26 તારીખે સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું છતાં બેંકે 1.62 લાખની પેનલ્ટી ફટકારતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રૂપિયા પરત કરવાની લેખિત બાંહેધરી આપવાની ગ્રાહકે માંગ કરી હતી.