Alpesh Kathiriya First Reaction In Gondal: ગોંડલમાં પગ મુકતા જ અલ્પેશે શું કર્યો હુંકાર?

Alpesh Kathiriya First Reaction In Gondal: ગોંડલમાં પગ મુકતા જ અલ્પેશે શું કર્યો હુંકાર?

ગોંડલ: ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાક્યુદ્ધના કારણએ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આજે અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલ  પહોંચ્યા છે. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયા અને જીગીશા પટેલ​​​​​ આશાપુરા મંદિર ખાતે દર્શન કર્યા હતા. આ સાથે તેમના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા હતા. અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચતા માહોલ ગરમાઈ ગયો છે. અલ્પેશ સમર્થકો અને વિરોધ દર્શાવતા લોકો સામસામે આવી ગયા હતા. અલ્પેશની કાર આવતા જ જોરદાર વિરોધ દર્શાવાયો હતો. ગોંડલમાં ઠેક ઠેકાણે અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો હતો. અલ્પેશ કથિરિયાએ ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું છે. અલ્પેશે કહ્યું કે, ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું છે. અમારી કાર પર પથ્થરમારો કરાયો હતો. આજે તેઓ બૌખલાઈ ગયા છે, ભયમાં છે. મારી એક જ વાત છે, કોઈને દબાવી પોતાનુ શાસન ન કરવુ જોઈએ. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola