Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે આપેલી રાહત ગણતરીના કલાકોમાં જ રદ્દ કરી નાંખી છે, હવે ફરી એકવાર અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જશે. ઉલ્લેખનીય છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાને 1988ના હત્યા કેસમાં જેલવાસ થયો હતો, તેમને ટાડા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, આ ઉપરાંત તેમનું નામ તાજેતરમાં જ થયેલા પાટીદાર યુવક અમિત ખુંટના આપઘાત કેસમાં પણ સામે આવ્યુ હતુ.
રાજકીય અને કાનૂની મુદ્દાઓ વચ્ચે ફસાયેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વધુ એક ઝટકો મળ્યો છે. હજી ગાઈકલે જ સુપ્રીમ કોર્ટે તેમને આપેલી 7 દિવસની રાહત પાછી ખેંચી લીધી છે અને આજે હાજર થવાનો આદેશ આપી દીધો છે. ગઇકાલે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં સરેન્ડર માટે થોડો સમય માંગ્યો હતો, જેને ધ્યાનમાં લઈને કોર્ટે 7 દિવસની રાહત આપી હતી. આમાં આજે થયેલી સુનવણી દરમિયાન સામે પક્ષ દ્વારા મજબૂત દલીલો અને અરજી રજૂ કરવામાં આવી હતી. આ દલીલોના આધારે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને અપાયેલ રાહત પરત ખેંચવાનો નિર્ણય લીધો. અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં હાજર થવાનો કાલે છેલ્લો દિવસ હતો. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી મળતા પોપટ સોરઠીયાનાં પ્રપોત્ર હરેશ સોરઠીયાએ હાઇકોર્ટનું શરણું લીધું હતું. ત્યાર બાદ હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા મોકુફી રદ કરી 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડરનો આદેશ કર્યો હતો. જો, હાઈકોર્ટનાં આદેશને અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ કોર્ટે સજા મોકૂફી રદ કરવાના હાઇકોર્ટના આદેશને ગ્રાહ્ય રાખ્યો હતો.