Rajkot Game Zone: રાજકોટમાં કે.કે.વી બ્રિજ નીચેનું ગેમઝોન શોભાના ગાંઠીયા સમાન
રાજકોટના કેકેવી બ્રિજ નીચે તૈયાર ગેમ ઝોન ખાઈ રહ્યો છે ધુળ. બે કરોડ 40 લાખના ખર્ચે મહાનગરપાલિકાએ ગેમઝોન તો તૈયાર કર્યુ. હર્ષલ પુજારાને એક વર્ષના બે લાખ 75 હજારના ખર્ચે ગેમઝોનનું સંચાલન પણ સોંપવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી ગેમ ઝોન શરૂ ન થતા ગેમ ઝોન અંદરના સાધનો ધુળ ખાઈ રહ્યા છે. એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા મહાનગરપાલિકાના અધિકારીઓએ આગામી એક બે દિવસમાં વર્ક ઓર્ડર આપવાની ખાતરી આપી સાથે જ જણાવ્યું કે વર્ક ઓર્ડર બાદ ગેમ ઝોન શરૂ થઈ જશે અને મહાનગરપાલિકાનું ભાડુ પણ શરૂ થઈ જશે. ગેમઝોનમાં ઈન્ડોર ગેમ, પિકલ બોલ, સ્કેટિંગ, બોક્સ ક્રિકેટ, પુલ ટેબલ સહિતની રમતોની સુવિધા ઉભી કરવામાં આવી છે.. પરંતુ સવાલ એ છે કે બે કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ગેમઝોન ક્યારે શરૂ થશે.