Rajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડ
રાજકોટમાં શહેરમા અસાામજિક તત્વો બેફામ. ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે તોડફોડ કરી. જેના વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે શખ્સ ટેબલોને ફેંકી રહ્યો છે. ભક્તિનગર વિસ્તારમાં વારંવાર અસામાજિક તત્વો તોડફોડ કરે છે. આ અગાઉ પર લુખ્ખા તત્વોના આતંકનો વીડિયો સામે આવ્યો હતો.
ભક્તિનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડની ઘટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે મોડી રાત્રિના સમયે સુમસામ જણાતા રોડ પર બાઈક પર એક શખ્સ આવે છે.. મા શક્તિ મદ્વાસ કાફે કે જે મોડી રાત હોવાથી બંધ હોય છે તેની પાસે સ્કૂટર ઉભુ રાખે છે અને ત્યારબાદ નાસ્તાવાળાએ ત્યાં એક તરફ મુકી રાખેલા ટેબલ અને ખુરશીઓ રસ્તા પર ફેંકી તોડફોડ કરે છે.