દિવાળી તહેવાર નજીક આવતા જ રાજકોટમાં કોરોનાના કેસમાં થયો વધારો, જાણો કેટલા નોંધાઇ રહ્યા છે કેસ?
દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે રાજકોટમાં કોરોનાએ માથું ઉચક્યું હતું. તહેવારો દરમિયાન લોકોની બેદરકારી આવતા દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થઇ શકે છે. ગયા અઠવાડિયે આઠ દિવસના 100ની અંદર પોઝિટિવ કેસ હતા. પરંતુ ચાલુ સપ્તાહમાં ફક્ત 3 દિવસમાં પોઝિટિવ કેસનો આંક 100ને પાર પહોંચ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અગાઉ દરરોજના 20 થી 25 કેસ આવતા હતા આજે દરરોજના 50થી 55 કેસ આવી રહ્યા છે.