રાજકોટમાં નાનામવા રોડ પર દબાણ હટાવવા ગયેલી RMCની ટીમ પર હુમલો
રાજકોટમાં દબાણ હટાવવા ગયેલી મ્યુનિસપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો હતો. નાનામવા રોડ પર RMCની દબાણ હટાવ શાખા પર હુમલો થયો હતો. લારી ધારકોનું દબાણ હટાવવા જતા વિજિલન્સની ટીમ પર હુમલો થયો હતો. નવાઝ નામના લારી ધારકે છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન વિજિલન્સના પોલીસ કર્મી રાણાને સામાન્ય ઇજા પહોંચી હતી. હુમલો કરી ફરાર થયેલ નવાઝની પોલીસે અટકાયત કરી લીધી છે.