'એ ભાઇ મારે 47 જણાના ફોન આવતા હોય હું બધાને કરવા નવરો નથી', ભાજપના કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ

Continues below advertisement

રાજકોટમાં વધુ એક કોર્પોરેટરની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં વોર્ડ નંબર 11ના કોર્પોરેટર વીનુભાઈ સોરઠિયા અને સામાન્ય નાગરિક વચ્ચે વોકળાને લઈને વાતચીત થઈ રહી છે. નાગરિક કોર્પોરેટરને પુછે છે કે વોકડાનું કામ છેલ્લા ઘણાં દિવસથી ચાલે છે તમે જોવા કેમ નથી આવતા,મત લેવા સમયે તો ખેસ પહેરીને આવી ગયા હતા અને હવે જવાબ નથી આપતા. તો સામે કોર્પોરેટર નાગરિકને ધમકાવતા કહે છે કે મેં તમારો ખેસ નહોતો પહેર્યો. મને 47 ફોન આવે તો હું કાંઈ બધાને જવાબ આપવા નવરો નથી ? સાથે કહે છે કે હવે મને ફોન ના કરતા બીજા પણ કોર્પોરેટરો છે તેમને કરજો. હું આવી રીતે વાત નહીં કરું

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram