Ahmedabad Accident Case: હિટ એંડ રનમાં મહિલા પોલીસકર્મીના મોતના કેસમાં હજુ સુધી આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ

Continues below advertisement

અમદાવાદમાં હિટ એન્ડ રન કેસમાં મહિલા પોલીસ કર્મી શારદાબેન ડાભીના મોતના કેસમાં પોલીસ હજુ સુધી આરોપી કાર ચાલકને પકડવામાં નિષ્ફળ રહી છે.. સીસીટીવીના અભાવે પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી.. દધિચી બ્રિજથી ડફનાળા વચ્ચેના રોડ પર સર્જાયેલા અકસ્માતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેન ડાભીનું મોત નિપજ્યુ હતુ. મૃતક મહિલા પોલીસકર્મી ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. બંદોબસ્તમાંથી પરત ફરતા સમયે હિટ એન્ડ રનમાં શારદાબેન ડાભીનું મોત નિપજ્યુ હતુ.. પોસ્ટમોર્ટમ બાદ મહિલા પોલીસકર્મીના મૃતદેહને કેસરપુરા લાવવામાં આવ્યો. જ્યાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. મહિલા પોલીસકર્મીના મૃત્યુથી હાલ તો પરિવારજનોમાં શોકનો માહોલ છે. એટલુ જ નહીં.. પોલીસકર્મીની બે વર્ષની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. 
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram