Amreli Murder Case: અમરેલીમાં ભાઈએ જ કરી નાંખી બહેનની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Amreli Murder Case: અમરેલીમાં ભાઈએ જ કરી નાંખી બહેનની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
અમરેલીમાં ભાઈ પર લાગ્યો બહેનની હત્યાનો આરોપ. બગસરાના સાપર ગામમાં ભાઈએ જ બહેનની હત્યા કર્યાનો આરોપ. મૃતકના દીકરા સાથે આરોપીની પુત્રીનું પ્રેમ સંબંધ હત્યાનું કારણ. સગા ભાઈએ જ બહેનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી.
આ અંગેની વિગતો એવી છે કે, બગસરાના સાપર ગામમાં ભાઈના હાથે સગા બહેનની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સગા ભાઈ દ્વારા બહેનની હત્યા કરવામાં આવતા ચકચાર મચી. આરોપીની દીકરી અને મૃતક મહિલાના પુત્રના પ્રેમ સંબંધમાં ખુની ખેલ ખેલાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડની કવાયત પોલીસે હાથ ધરવામાં આવી છે. મૃતકની ડેડબોડી પીએમ માટે બગસરા હોસ્પિટલ ખસેડવામા આવી.