Rajkot Accident CCTV Footage : i20 અને થાર કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામે
રાજકોટમાં નથી અટકી રહ્યો રફતારના કહેરનો સીલસીલો. આ સીસીટીવી દ્રશ્યો છે રાજકોટ શહેરના છે જ્યા ઈંદિરા સર્કલ પાસે મોડી રાત્રે 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આઈ-20 અને થાર વચ્ચે સર્જાયેલ ટક્કરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવતી આઈ-20 કાર રોડ ક્રોસ કરતી થારને ધડાકાભેર ટક્કર મારી દુકાનના બોર્ડ સાથે અથડાય છે..સદનસીબે આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે. ન માત્ર રાજકોટ પરંતુ અમદાવાદમાં પણ જીવલેણ રફતારે એક યુવતીનો ભોગ લીધો. શાસ્ત્રી બ્રિજ પાસે હિટ એન્ડ રનમાં એક યુવતીનું મોત થયું. તો આ તરફ દાહોદના લીમખેડામાં બે બાઈક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા. ભાવનગરના તળાજા પાસે ખેડ મજૂર ભરેલા વાહને પલટી મારતા 10 લોકોને ઈજા પહોંચી..
Tags :
Rajkot Accident CCTV Footage