Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

Continues below advertisement

Rajkot Accident: રાજકોટ રોડ અકસ્માતમાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે. અહીં લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ સામે કણકોટ રોડ પર ગઇ કાલે અકસ્માત સર્જાયો હતો. અહીં સીટી બસની અડફેટે આવતા બાળક બસમાં કચડાઇ જતાં મૃત્યુ નિપજ્યું છે. પરિવારમાં એકનો એક બાળક છીનવાઇ જતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક બાળકની ઓળખ રાજવીર તરીકે થઇ છે. સીટી બસ GJ 03.બીઝેડ.0588 નંબરની બસના ચાલકે  અકસ્માત સર્જ્યો હતો ,ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને અધિકારીઓનો કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.. પ્રત્યક્ષદર્શીઓએ બસ ઓવરસ્પીડ હોવાનો આરોપ લગાવ્યો છે.  સમગ્ર ઘટનાને લઇને પોલીસે આરોપીની પૂછપરછ હાથ ઘરી છે. આ અકસ્માત રવિવારનો રોજ સર્જાયો હતો. ઘટના બાદ લોકોના ટોળાને ટોળા ઘટનાસ્થળે પહોંચ્યાં હતા જેના કારણે ટ્રાફિક પણ અવરોધાયો હતો. લાંબો સમય સુધી રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.

તો બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં મોડી રાત્રિના હિટ એન્ડ રનમાં યુવકનું મોત થયું છે. વાઘોડિયા આર.આર.કેબલ કંપની નજીક બની હિટ એન્ડ રનની ઘટના બની હતી. અહીં અજાણ્યા વાહનની અડફેટે 20 વર્ષીય બાઈક સવારને લેતા યુલકનું  ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ  સંજય મકવાણા   તરીકે થઇ છે. જે રવાલ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યો છે. અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી વાહન સમેત ફરાર થઇ ગયો હતો. યુવકના અણધાર્યા મૃત્યુથી પરિવાર સ્તબ્ધ છે, પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતક સંજયને એક સંતાન હોવાથી માસૂમ બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે. વાઘોડિયા પોલીસે અજાણ્યા વાહનચાલકની  શોધખોળ શરૂ કરીને વધુ તપાસ હાથ કરી છે.                                               

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram