Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત
Continues below advertisement
મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણેમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર ડમ્પર ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ડમ્પરે 9 લોકોને કચડી નાખ્યા હતા જેમાંથી 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આમાં બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે, જે બાળકોના કાકા છે. આ સાથે 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું કહેવાય છે. આ ઘટના મોડી રાત્રે વાઘોલીના પોલીસ સ્ટેશન સામે બની હતી. આરોપી ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યો છે. પુણેના વાઘોલીના કેસનંદ ફાટામાં રાત્રે 12.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાની પ્રાથમિક માહિતી છે. ઘાયલોને સસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Continues below advertisement