Rajkot: CM રૂપાણી મતદાન કરવા જશે કે નહીં તેનો નિર્ણય ડોક્ટર્સની સલાહ બાદ લેવાશે
મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના કલાકો બચ્યા છે.ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં મતદાન કરવા જશે કે નહીં તેને લઈ અટકળો તેજ થઈ ચુકી છે.વિજયભાઈ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા છે..અને તેમનીતબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે..જો કે મતદાન માટે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે કે નહીં તેને લઈ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.જો મતદાન કરવા મુખ્યમંત્રી રાજકોટ જાય તો પણ ચૂંટણી આયોગે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે પીપીઈ કિટ સાથે અંતિમ કલાકમાં તેઓ મતદાન કરી શકશે.