Congress Protest In Saurashtra University : સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ભરતી પ્રક્રિયા, પીએચડી ગાઈડશીપ સહિતના અલગ અલગ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૉંગ્રેસ અને વિદ્યાર્થીઓએ જોરદાર પ્રદર્શન કર્યુ.. આ વિરોધ પ્રદર્શનમાં શહેર કૉંગ્રેસની સાથે પ્રદેશ કૉંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ પણ જોડાયા. બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ પોસ્ટરો સાથે કુલપતિ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો. કૉંગ્રેસની એક મહિલા કાર્યકરે બસ પર ચઢીને વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન એટલુ ઉગ્ર બન્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ભવનના કાચ પણ તુટ્યા.. સ્થિતિ વણસતી જોઈને પોલીસ પણ એક્શનમાં આવી. વિદ્યાર્થીઓ, કૉંગ્રેસના નેતાઓ અને NSUIના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત શરૂ કરતા ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા. થોડા સમયની ઝપાઝપી બાદ પોલીસે મોટાભાગના વિરોધકર્તાઓની અટકાયત કરીને મામલો થાળે પાડ્યો. કૉંગ્રેસનો આરોપ છે કે ભૂતિયા યુનિવર્સિટીઓથી સરકારી યુનિવર્સિટીઓને ખતમ કરવાનું કામ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10 કરોડનો હોલ 10 વર્ષે પણ તૈયાર થયો નથી. દાતાઓએ આપેલી જમીન પર અસામાજિક તત્વોએ દબાણ કરી દીધુ છે.. કેમ્પસની આસપાસ ડ્રગ્સ જેવા દુષણોનો કાળો કાળોબાર ચાલે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને ડિગ્રીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.