Rajkot Water Logging | રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘતાંડવ, રસ્તા-અંડરપાસ પાણીમાં ગરકાવ
Continues below advertisement
Rain Update:ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન છે. કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મ. ગુજરાતના 26 જિલ્લામાં રેડ એલર્ટ અપાવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં વહેલી સવારથી ભારે વરસાદને પગલે આખા રાજકોટમાં પાણી ભરાયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.
24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ
- 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં 9 થી 14 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ટંકારામાં 14 ઈંચ વરસાદ
- 24 કલાકમાં મોરવાહડફમાં 14 ઈંચ વરસાદ
- 24 કલાકમાં નડિયાદમાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં બોરસદમાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં વડોદરામાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં આણંદમાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં પાદરામાં 13 ઈંચ વરસાદ
- 24 કલાકમાં ખંભાતમાં 12.5 ઈંચ વસાદ
- 24 કલાકમાં ગોધરામાં 12.5 ઈંચ વરસાદ
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ટંકારામાં બારે મેઘખાંગાની સ્થિતિ સર્જાઇ છે. અહીં 14 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
Continues below advertisement