Gujarat Rain Red Alert | ગુજરાતના 26 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં યલો એલર્ટ
Continues below advertisement
Gujarat Rain forecast:હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધશે. રાજ્યભરમાં આજે પણ સાંબેલાધાર વરસાદની (rain) હવામાન વિભાગની (Meteorological Department) આગાહી છે. 26 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે , તો એક જિલ્લામાં ઓરેન્જ, અને છ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
બંગાળમાં સર્જાયેલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. તમામ જિલ્લામાં શ્રીકાર વરસાદની આગાહીને પગલે 26 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જુઓ ક્યાં ક્યાં છે આગાહી....
Continues below advertisement