રાજકોટમાં આઠ દિવસમાં કોરોનાના કેસમાં 15 ટકાનો થયો વધારો, જુઓ વીડિયો
દિવાળીના તહેવારો આવતાની સાથે રાજકોટમાં કોરોનાએ માથું ઉચક્યું છે. રાજકોટ છેલ્લા ત્રણ દિવસથી પોઝિટીવ કેસનો આંક 100ને પાર નોંધાયો છે. જે ગત અઠવાડિયે આઠ દિવસથી 100ની અંદર હતો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આઠ દિવસ પહેલા રાજકોટના ગામડાઓમાં રોજ 20થી 25 કેસ આવતા હતા અત્યારે હાલ રોજ 40થી 45 કેસ આવી રહ્યા છે. તહેવારોમાં ખરીદી અને તહેવારો દરમ્યાન લોકોની બેદરકારીના કારણે કોરોનાના કેસમાં હજુ પણ વધી શકે છે.