‘રાજકોટમાં કોરોનાના હજારો ટેસ્ટ પેન્ડિંગ છે, હોસ્પિટલોમાં બેડ નથી, બે જાય ત્યાં પાંચ નવા આવે છે’... જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 898 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરમાં સૌથી વધુ 395 અને રાજકોટ ગ્રામ્યમાં નવા 95 પોઝિટીવ કેસ નોંધાયા. રાજકોટની સમરસ હોસ્ટેલમાં પણ 500 ઓક્સિજન સાથેના બેડ ઉભા કરાશે. રાજકોટની અલગ અલગ હોસ્પિટલોમાં હાલમાં એક હજાર 632 દર્દીઓ સારવાર હેઠળ છે. તો રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં 13 બાળકો સારવાર લઈ રહ્યા છે