કોરોનાના વધતા કેસના કારણે રાજકોટમાં ક્યા સાત સ્થળો પર ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી. રાજકોટમાં મનપા દ્વારા અલગ અલગ સાત સ્થળો પર એન્ટીજન ટેસ્ટિંગ બુથ શરૂ કરાયા હતા. શહેરમાં સૌથી વધુ અવર જવર વાળા વિસ્તારમાં ફરી બુથ શરૂ કરવામાં આવ્યા હતા. કિસાન પરા ચોક,ત્રિકોણબાગ, કેકેવી હોલ,રૈયા ચોકડી,મનપા કચેરી,નાના મવા સર્કલ અને બાળક હનુમાન, પેડક રોડ પર સેન્ટર શરૂ કરાયા હતા.