Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઝુકાવ્યું શિશ
Continues below advertisement
Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઝુકાવ્યું શિશ
સુરત મજુરાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખોડલધામ પહોંચ્યા..લેઉવા પાટીદારના કુળદેવી એવા મા ખોડલને સંઘવી નતમસ્તક થયા. સંસ્થાના ચેરમેન એવા નરેશ પટેલે સંઘવીનું સ્વાગત કર્યું.છેક દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર પહોંચેલા હર્ષ સંઘવીનું ભરત બોઘરા, રમેશ ધડુક અને રમેશ ટિલાળાએ સ્વાગત સન્માન કર્યું, કદાચ કોઈ કાર્યક્રમમાં વ્યસ્તતાના ભાગરૂપ રાજકોટ જિલ્લાના ધારાસભ્ય એવા જયેશ રાદડિયા અહીં ઉપસ્થિત ન રહી શકયા. સંઘવીની લેઉવા પાટીદાર સહિત તમામ સમાજના લોકોની આસ્થા અને શક્તિની ભક્તિ કરવાની પ્રકૃતિ તમામ જરૂર સ્પર્શી. જોકે ધાર્મિક સ્થળ હોવાના કારણે કોઈ પણ પ્રકારની રાજકીય ટિપ્પણીથી સંઘવી સહર્ષ દૂર રહ્યા.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement