Gujarat high Court: રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પોસ્ટ અંગેની પિટિશન પર કોર્ટે મહત્વનો હુકમ કર્યો

Continues below advertisement

રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પોસ્ટ અંગે ની પિટિશન પર કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે અને ખાલી તમામ પોસ્ટ ઝડપથી ભરવા માટે ગૃહ વિભાગ શું પગલાં લઈ રહ્યું છે તેનો ખુલાસો પણ માંગ્યો છે.. ગૃહ સચિવને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની બ્લુપ્રિન્ટ અને તેમનું અંગત અને વિસ્તૃત સોગંદનામુ કરવા પણ કોર્ટે હુકમ કર્યો... કોટે પોતાના હુકમમાં નોંધ્યું કે ભરતી પ્રક્રિયામાં પ્રજાના નાણા વપરાતા હોય ત્યારે અડધી પોસ્ટ ની ભરતી માટે જ પ્રક્રિયા કેટલી ઉચિત ગણાય?  બેરોજગારીની સંખ્યાને જોતા અડધી પોસ્ટ પર જ ભરતી પ્રક્રિયા હાથ ધરવી પ્રજાના નાણાનો વ્યય ગણાય તેવું પણ કોર્ટે નોંધ્યું...સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પણ રાજ્ય સરકાર યોગ્ય કાર્યવાહી નથી કરી રહી તેવું કોર્ટનું અવલોકન રહ્યું... આ સાથે જહાઇકોર્ટે ગૃહ વિભાગની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી,,, અને હજુ પણ પોલીસ વિભાગમાં 50 ટકા જેટલી જગ્યા ખાલી હોવા છતાં છેલ્લા એક વર્ષ થી કોઈ ભરતી પ્રક્રિયા નહિ થઈ હોવાની બાબતની પણ નોંધ લીધી... હાઇકોર્ટે નોંધ્યું કે,,, રાજ્ય માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ની જાળવણીની જવાબદારી ગૃહ વિભાગની છે. અને પોલીસ વિભાગમાં ખાલી જગ્યા ની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે...હાલ જનતા ગૃહ વિભાગના અધિકારીઓની ની દયાપર જીવતી હોય તેવી સ્થિતિદેખાય છે... કોર્ટે આ સ્થિતિને ગૃહ વિભાગના "sorry state of affairs" ગણાવ્યા...અને ગૃહ સચિવને ઠોસ પગલાં સાથે બ્લુ પ્રિન્ટ રજૂ કરવા હુકમ કર્યો છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે એક કેસમાં પોતાનો નિર્ણય આપતા તમામ રાજ્યોની વડી અદાલતો ને તે રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી પોસ્ટ અંગે સંજ્ઞાન લઈ સુઓ મોટો પિટિશન દાખલ કરવા નિર્દેશો આપ્યા હતા જે બાદ વર્ષ 2019 માં હાઇકોર્ટે સુઓ મોટો પિટિશન દાખલ કરી હતી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram