Rajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડ
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં અકસ્માતના મામલે માલવીયાનગર પોલીસે આરોપી રાજ ગામીની ધરપકડ કરી છે, 3 જેટલા વાહન ચાલકોને લીધા હતા અડફેટે, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, BNS કલમ 185, 184 અને 177 હેઠળ ગુનો નોંધાયો
રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડ.. શુક્રવારની રાત્રે KKV હોલ પાસે ડૉક્ટર રાજ ગામીએ નશાની હાલતમાં SUV કાર ચલાવી હતી. આ દરમિયાન તેણે એક કાર, એક રિક્ષા અને એક બાઈકને અડફેટે લીધા. TRB જવાન અને લોકોએ તેને રોકવાની ઘણી કોશિશ કરી. પરંતુ પુરપાટ ઝડપે કાર ચલાવી તે ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે પીછો કરી તેની ધકપકડ કરી. કારચાલક ડૉક્ટર રાજ ગામી એટલી હદે નશામાં હતો કે, પૂછપરછ સમયે તે પોલીસના સવાલના જવાબ પણ નહતો આપી શકતો..
Tags :
Rajkot Accident Case