રાજકોટમાં ન્યૂ રાજદીપ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા, લોકો વેચાતું પાણી લેવા મજબૂર

Continues below advertisement
રાજકોટ શહેરની અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં લોકોને વેચાતું પાણી લેવું પડે છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ન્યુ રાજદીપ સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પાણી ન આવતા લોકોને પાણી વેચાતું લેવું પડે છે. આ વિસ્તારના 150 પરિવારોએ અનેક વખત રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઝોન કચરીમાં પાણીની સમસ્યાને લઈને રજૂઆતો કરી છે. એબીપી અસ્મિતા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે એક તરફ અમારે પૂરતા પ્રમાણમાં વેરો ભરવાનો બીજી તરફ પાણી પણ વેચાતું લેવાનું અને મધ્યમ વર્ગના લોકો છીએ ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક પુરા ફોર્સથી પાણી આવે તેવી વ્યવસ્થા કરે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram