રાજકોટમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું એપી સેન્ટર રાજકોટથી 27 કિમી દૂર
રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શહેરમાં બપોરે 1 વાગ્યાને 25 મિનિટે બેની તીવ્રતાને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર રાજકોટથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું. સવારે કચ્છના રાપર સહિતના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાપરના બેલા અને તેની આસપાસના ગામમાં 2.6 તીવ્રતાને આંચકો અનુભવાયો હતો.