નવરાત્રી: ફ્લેટ-સોસાયટીમાં માતાજીની આરતી માટે પોલીસની મંજૂરી જરૂરી નથી, શું કહી રહી છે વડોદરાની જનતા?
નવરાત્રીમાં (Navratri) ફ્લેટ અને સોસાયટીમાં માતાજીની આરતીમાં પોલીસ મંજૂરી લેવી જરૂરી નથી. રૂપાણી સરકારના આ નિર્ણયને વડોદરાની જનતાને આવકાર્યો હતો. લોકોએ કહ્યું કે, સોસાયટી અને ફ્લેટમાં હવે નવરાત્રી દરમ્યાન માતાજીની આરાધના અને આરતી થશે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીની આરતી કરવાની તૈયારીઓ બતાવી હતી. પોલીસ મંજૂરીમાંથી છૂટકારો મળતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.