રાજકોટઃ નિલગાય અને ભૂંડના ત્રાસથી ખેડૂતો પરેશાન, કલેક્ટર કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કિસાન સંઘ અને ખેડૂતોના ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લામાં નિલગાય અને ભૂંડના ત્રાસથી ખેડૂતો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કિસાન સંઘે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સરકાર આ બાબતે પગલાં ભરે તેવી કિસાન સંઘ અને રાજકોટ જિલ્લાના ખેડૂતોએ માંગણી કરી હતી.