Rajkot: મેટોડા GIDCની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ, કલેક્ટર કચેરી પર વિરોધપ્રદર્શન

Continues below advertisement

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી (Rajkot District Collectorate) બહાર કિસાન સંઘે (The Kisan Sangh) વિરોધ (protested) કર્યો હતો.  લોધિકા તાલુકાના મેટોડા GIDCની (Metoda GIDC) આસપાસમાં ખેડૂતો (farmers)ને ખેતી કરવી મુશ્કેલી બની છે. ઔદ્યોગિક એકમોએ (industrial units) કેમિકલયુક્ત પાણી છોડતા જમીન અને પાણી પ્રદૂષિત થઈ ચૂક્યા છે તેવા આરોપ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનો આરોપ છે કે કેમિકલયુક્ત  પાણીના કારણે ખેડૂતોની જમીન બંજર બની રહી છે. કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram