સુરતના માંડવી તાલુકામાં દીપડાના આતંકથી ગામમાં ફફડાટ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક વાર ફરી દીપડાનો આતંક જોવા મળ્યો હતો. માંડવી તાલુકાના મધરકુઈ ગામે મોડી સાંજે યોગેશ ભાઈ ગામીતની દીકરી આરવી ઘર બહાર પોતાના નાના ભાઈ સાથે રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ આરવી પર હુમલો કરી દીધો હતો અને આરવીને ગળાના ભાગેથી પકડીને ખેતરમાં લઇ ગયો હતો જોકે નાના ભાઈએ બૂમાબૂમ કરતા ઘર પરિવારના લોકો દીપડા પાછળ દોડતા દીપડો આરવીને મૂકીને ખેતર માં ભાગી ગયો હતો જોકે પરિવાર આરવી સુધી પહોચે ત્યાં સુધી આરવીનું મોત થઇ ચુક્યું હતું. ઘટનાની જાણ થતા આ વિસ્તારના ધારાસભ્ય આનંદ ચૌધરી ઘટના સ્થળે પહોચ્યા હતા. સ્થાનિકો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વન વિભાગને જાણ કરવા છતાં વન વિભાગ દ્ધારા પાંજરું નહિ ગોઠવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.ઘટના બાદ દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરી હતી. વન વિભાગે બાળકીના મૃતદેહને પી.એમ માટે બોધાન પી.એચ.સી પર ખસેડ્યો હતો તેમજ દીપડાને પકડી પાડવા કામગીરી હાથ ધરી હતી. બાળકીના પરિવાર જનોને કાલ બપોર સુધીમાં વળતર ચૂકવી દેવાની પણ બાહેધરી આપવામાં આવી હતી
Continues below advertisement