રાજકોટ વિંછીયા તાલુકા ભાજપના પ્રભારી ખોડાભાઇ ખસિયા પર જીવલેણ હુમલો, જુઓ વીડિયો
રાજકોટ વીંછીયા તાલુકાના ભાજપના પ્રભારી ખોડાભાઈ ખસિયા પર 40 લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. 40 લોકોએ વીંછીયા તાલુકા ભાજપ પ્રભારી પર ધોકા અને ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગઢડા પેટાચૂંટણીને લઇને જૂની અદાવતને લઈને કોંગ્રેસના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.