
Lion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલો
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત. જેતલસર જંક્શન પાસે સિંહનો ખેડૂત પર હુમલો.. તો ગુંદાળા અને બામણબોર પાસે દીપડો દેખાયાના અહેવાલ...
રાજકોટમાં જેતપુરના ગ્રામ્ય પંથકમાં ચાર પગનો આતંક. જેતલસર જંક્શન પાસે સિંહે એક બળદનું મારણ કર્યું..સાથે જ એક ખેડૂત પર હુમલો કર્યો. તનસુખભાઈ ઠુમ્મર બાઈક લઈને ખેતરે મજુર બોલાવવા જતા હતા. ત્યારે તુવેરના પાકમાંથી અચાનક સિંહે ખેડૂત ઉપર હુમલો કર્યો. જેમાં તેમને હાથના ભાગે ઈજા થઈ...જેથી તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આઠ જેટલા ટાંકા આવ્યા..તો સિંહે એક બળદનું પણ મારણ કર્યું. જો કે બનાવની વન વિભાગને જાણ કરવામાં આવી. જેથી ઘટના સ્થળે પહોંચી સિંહનો લોકેશન મેળવવા તપાસ શરૂ કરી..ખેડૂતોની માગ છે કે સિંહોને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ દૂર લઈ જવામાં આવે..
તો રાજકોટ જિલ્લામાં ફરીએકવાર દીપડનાં આટાંફેરા. ગુંદાળા અને બામણબોર સીમ વચ્ચે દીપડો દેખાયા હોવાનો દાવો છે. JCBના ડ્રાઈવરે દીપડાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો. જેથી ગામના લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી....