Vijay Rupani given Guard of Honour: સ્વ. વિજયભાઈ રૂપાણીને અપાયું ગાર્ડ ઓફ ઓનર

12 જૂને (ગુરુવારે) અમદાવાદમાં પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ.વિજયભાઈ  રૂપાણીની અંતિમવિધિ યોજાઈ છે.  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. સંપૂર્ણ સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, વરસાદ વરસતા લોકો કહી રહ્યા છે કે,આકાશ પણ રહી રહ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેંદ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સહિતના નેતાઓએ સ્વ વિજય રૂપાણીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  

દિવંગત વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને પહોંચતા તમામ લોકો શોકમાં ગરકાવ થયા હતા.  પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નારા ગુજ્યાં હતા. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola