ગોંડલના વાસાવડમાં બે દુકાનોમાં આગ લાગતા અફરાતફરી, જુઓ વીડિયો
રાજકોટ: રાજકોટના ગોંડલના વાસાવડ ગામમાં આગ લાગવાની ઘટના બની છે. વાસાવડ વિસ્તારમાં બે દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દ્વશ્યોમાં પણ જોઈ શકાય છે આગ કેટલી ભીષણ છે. જો કે આગની જાણ થતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગે જાણ કરી અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો છે. રાહતની વાત તે છે કે મોટી દૂર્ઘટના ટળી છે.