Rajkot: નાફેડમાં પણ ઇફકો વાળી થાય તેવા એંધાણ, નાફેડની ડીરેક્ટર પદની ચૂંટણીમાં પાંચ ઉમેદવારો મેદાનમાં
ઈફકો બાદ હવે નાફેડની ચૂંટણીમાં નવા-જૂનીના એંધાણની શક્યતા છે. નાફેડના બોર્ડમાં બે ડિરેકટરની ચૂંટણી પૈકી મંડળીઓની કેટેગરીની બેઠક પર બરાબરનો પેચ ફસાયો છે. મંડળીઓની કેટેગરીના ડિરેકટર પદ માટે રાજકોટ લોકસભા બેઠક પરથી જેની ટિકિટ કપાઈ તે મોહન કુંડારિયા સહિત ચાર ઉમેદવારે દાવેદારી કરી.