Gondal Bank Election | ગોંડલ નાગરિક બેંકના સુકાની કોણ?, વોટિંગ શરૂ | Abp Asmita | 15-9-2024

Continues below advertisement

કોઈપણ ચૂંટણી હોય ગોંડલ હંમેશા ચર્ચામાં રહે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ચાલી રહી છે. આશરે 500 કરોડનો વહીવટ ધરાવતી બેંક ગોંડલ અને આજુબાજુના તાલુકાની ખેડૂતો માટેની સૌથી મોટી બેન્ક બનીને ઉભરી છે. ગોંડલ અને આજુબાજુના તાલુકાના 56 હજાર જેટલા સભાસદો આજે મતદાન કરશે. જો કે, આ બેન્કની ચૂંટણીની ચર્ચા એટલા માટે પણ વધારે છે કારણ કે, આ ચૂંટણીમાં ગણેશ જાડેજા જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ભાજપ ગણેશ જાડેજા વધુમાં વધુ લીડ મેળવે તેવા પ્રયાસ કરી રહ્યા છે. ગણેશ જાડેજા જેલમાંથી મોટી લીડથી ચૂંટણી જીતે તે વિરોધીઓને મોટો સંદેશ રહેશે. ગોંડલ સહકારી બેંકની ચૂંટણીને પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર છે. તો બીજી તરફ કોંગ્રેસના સહકારી નીડર આગેવાન યતિષ દેસાઈ ચૂંટણી લડી રહ્યા. 11 ડિરેક્ટરો માટે 23 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપની પ્રગતિશીલ પેનલના 11 ઉમેદવારો તો કોંગ્રેસ પ્રેરિત નાગરિક સહકાર સમિતિના 11 ઉમેદવારો ઉમેદાનમાં છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram