'આ ભાજપનું કેન્દ્ર નથી, આ જનતાનું જનકલ્યાણ કેન્દ્ર છે, મારી ગુજરાત સરકારે બનાવેલું છે, ભાજપ પક્ષે નથી બનાવેલું'

રાજકોટના ગોંડલમાં જેલ ચોક ખાતે જન્મદિવસની ઉજવણી કરનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કોરોના કાળમાં રાજકીય પક્ષોના નેતાઓ તમાશા કરવામાંથી બાજ નથી આવી રહ્યા. બે દિવસ પહેલા ગોંડલ શહેર ભાજપના પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા અને ભાજપના કાર્યકર્તાઓએ જનસેવા કેંદ્રમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. જે અંગેના ફોટા સોશલ મીડિયામાં વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે ગોંડલ શહેર પોલીસે શહેર ભાજપ પ્રમુખ અને મંત્રી સામે ગુનો નોંધ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola