Gondal Mysterious Death Case: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલાયો

રાજકોટ જિલ્લાના ગોંડલના યુવક રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસનો ભેદ આખરે રાજકોટ શહેર પોલીસે ઉકેલી નાખ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે આ કેસમાં મહાસાગર ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે જૂનાગઢથી અમદાવાદ જતી મહાસાગર ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે જ રાજકુમાર જાટને અડફેટે લીધો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી આ કેસ એક રહસ્ય બની ગયો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી અને 150થી વધુ સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 6 તારીખે વહેલી સવારે 2:33 વાગ્યે રાજકુમાર જાટની લાશ હાઈવે પર પડી હતી. સીસીટીવી ફૂટેજમાં મહાસાગર ટ્રાવેલ્સની GJ-18-AV-3131 નંબરની બસ તે સમયે ત્યાંથી પસાર થતી જોવા મળી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola