Gopal Italia : રાજકોટમાં વિસાવદરવાળી થશે, ગોપાલ ઇટાલિયાનો હુંકાર

Gopal Italia : રાજકોટમાં વિસાવદરવાળી થશે, ગોપાલ ઇટાલિયાનો હુંકાર

રાજકોટના સામા કાંઠા વિસ્તારના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના તાજેતરના આક્ષેપો પર આકરા પ્રહાર કર્યા છે. ઈટાલિયાની રાજકોટની સભા બાદ નિવેદન આપતા કાનગડે જણાવ્યું કે, "વરસાદ આવે એટલે પાંખું વાળા મકોડા આવે, અને ચૂંટણી આવે એટલે આમ આદમીવાળા આવે."

ઈટાલિયાએ રાજકોટમાં 'અધિકારી રાજ' હોવાના કરેલા નિવેદન પર જવાબ આપતા કાનગડે કહ્યું કે, અમે હંમેશા લોકોની સાથે રહેવાવાળા છીએ. તેમણે રોડ-રસ્તાના પ્રશ્ન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ચોમાસામાં રોડ અને પેવરના કામો થઈ શકતા નથી, પરંતુ ચોમાસું પૂરું થયા બાદ નવા રોડ અને પેવરના કામો શરૂ કરવામાં આવશે.

રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગેના પ્રશ્ન પર કાનગડે દાવો કર્યો કે, રાજકોટની જનતા હંમેશા અમને આશીર્વાદ આપે છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, "અમે મનપાની ચૂંટણી એકસંપ થઈને લડવાના છીએ." જોકે, પ્રદેશમાંથી શું આદેશ થયા છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola